20 વર્ષ પછી મળો મેલા ફિલ્મ ની સ્ટાર કાસ્ટ ને, જુઓ ડાકુ ગુર્જર સિંઘ શું કરી રહ્યં છે?


  • વર્ષ  2000માં રિલીઝ થયેલી ફિલ્મ મેલામા આમિર ખાન, ટ્વિંકલ ખન્નાની મુખ્ય ભૂમિકા.આમિર ખાનનો ભાઈ ફૈઝલ પણ આ ફિલ્મમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં વિલનના પાત્રને લોકોએ પસંદ કર્યું હતું. ફિલ્મમાં ગુર્જર સિંહ નામના ખલનાયકે આખા ગામમાં ખળભળાટ મચાવ્યો હતો. ફિલ્મને 20 વર્ષ થયા છે. આટલા વર્ષોમાં ફિલ્મની  સ્ટારકાસ્ટ બદલાઈ ગઈ છે અને હમણાં તે ક્યાં છે તેના વિષે જાણશું.
  • આ ફિલ્મમાં આમિર ખાને કિશન પ્યારેની ભૂમિકા ભજવી હતી જે રૂપાને પ્રેમ કરે છે. જણાવી દઈએ કે આમિર ખાન હજી પણ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં તે લાલ સિંહ ચડ્ધા ફિલ્મમાં જોવા મળશે.
  • ટ્વિંકલ ખન્નાએ આ ફિલ્મમાં રૂપા નામની યુવતીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પછી ટ્વિંકલે અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા. ટ્વિંકલ ખન્ના ફિલ્મોમાં કામ કરતી નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
  • આમિરના ભાઈ ફૈઝલે આ ફિલ્મમાં શંકરનો રોલ કર્યો હતો. ફિલ્મની દુનિયામાં ફૈઝલને વધારે સફળતા મળી નથી. આ કારણોસર, તે વિસ્મૃતિમાં જીવન જીવે છે.
  • ફિલ્મમાં ગુર્જર સિંહ નામનો વિલનનો રોલ કરનાર ટીનુ વર્મા અભિનય ઉદ્યોગમાંથી ગાયબ છે. તેનું નામ 2013 માં સમાચારોમાં હતું જ્યારે તેના પર તેના ભાઇ પર તીક્ષ્ણ તલવારથી હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
  • આ ફિલ્મમાં રૂપાના ભાઈનો રોલ કરનાર અયુબ ખાને ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

Post a Comment

0 Comments